વિષ વેરણી ભાગ ૯

(46)
  • 4.8k
  • 3
  • 1.7k

મને કૈંક મગજ માં ક્લિક થયું, મેં તરત જ સમીરા નું પૂછ્યું, “સમીરા તું પીરીયડ માં છો ” “હા પણ એવું શા માટે પૂછે છે ” હું ખડખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ગાંડી તું પીરીયડમાં હોય છે અને પ્રેસર મારા વધી જાય છે,, તેજ કહ્યું હતું મ કે તું પીરીયડ માં હોય ત્યારે તારો સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે,” “સલીમ હું મજાક નથી કરતી, અને મારી આ વાત મજાક માં નહી લેતો, હજુ આપણી સગાઈ જ થઇ છે,” “સમીરા તું કહેવા શું માંગે છે ” મેં પૂછ્યું, “હા તો મારી વાત પણ સાંભળી લે હું પણ વિમાસણ માં છું, આ અંગે મારે મારા અબુ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે,”સમીરા એ કહ્યું, “કેમ શું થયું મેં પૂછ્યું, “કશું નહી તું મારા ફોન નહોતો ઉપાડતો,હું તારા કારણે ખુબ ગુસ્સામાં હતી ત્યારે મારા અબુ એ મને ખુબ સંભળાવ્યું, મેં તને પસંદ કર્યો એ મારો અંગત નિર્ણય હતો, અને છે, બસ મને અફસોસ ન થવો જોઈએ કે મેં કોઈ ખોટો નિર્ણય લઇ લીધો છે,”સમીરા એ કહ્યું, “ આવતા વિક માં રૂકસાનાના સસરા નો ફોન આવે એટલે આપના નિકાહ થવાના છે, ને તું આવું બોલી રહી છે પ્લીઝ આમ મો ના ચડાવ, મને સારું નથી લાગતું,”મેં કહ્યું,