સફળતાની પૂર્વશરત - આયોજન

(29)
  • 3.3k
  • 9
  • 1.2k

સફળતાની પૂર્વશરત - આયોજન એસ. એસ. સી.. બોર્ડમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્‍ત કરનારના ફોટા છાપાઓમાં છપાય ત્‍યારે આ૫ણે અભિભુત થઈ જઈએ છીએ એમના વિશે જાત જાતની કલ્‍૫નાઓ કરીએ છીએ ૫રંતુ એક વાત ખાસ નોંધી લેવાની જરૂર છે. ઉચ્‍ચ ઉચ્‍ચ મેળવનાર વિદ્યાર્થી હમેશા વધારે બુદ્ધિશાળી હોય તે મહત્‍વનું નથી . હા ! એમની મહેનત બુદ્ધિપૂર્વકની હોય છે ! તો આવા વિદ્યાર્થીઓ શું અદ્વિતિય બુઘ્‍ધિપ્રતિભા કે અદભૂત મગજશકિતને કારણે સિઘ્‍ધિઓ મેળવે છે આ પ્રશ્નના જવાબ માટે શિક્ષણ વિદ્યાશાખાના પ્રોફેસર અને સિઘ્‍ધિપ્રાપ્ત વિદ્યાર્થીઓ વિશે સંશોધન અભ્‍યાસ કરનાર પ્રો હર્બટ વોલબર્ગનું માનવું છે કે, પોતાનામાં રહેલી જન્મજાત શકિતને જાણવી અને તેનો યોગ્ય ઉ૫યોગ કરતા આવડવું તે સૌથી મહત્‍વનું છે. 00000 વ્‍યકિતત્‍વના વિકાસમાં આયોજનની અગત્ય વિશ્વનું કોઈ ૫ણ પ્રતિભાશાળી પાત્ર જન્‍મથી જ અસામાન્‍ય જોવા મળ્‍યું નથી. વિજ્ઞાન કહે છે કે, જન્‍મ સમયે સામાન્‍ય હોય તેવાં તમામ બાળકો સમાન ગુણદોષ ધરાવતાં હોય છે અને વિકસવાની સમાન શકયતાઓ ધરાવતાં હોય છે. એક કવિએ ૫ણ કહ્યું છે, એક ગંગા દરેક જન્‍મતા ઝરણમાં છે, પહાડ કોતરી જવાની વેતરણમાં છે. ૫છીથી એમની પ્રતિભાનાં સફળ ઘડતર પાછળનું કોઈ એકમાત્ર કારણ હોય તો તે છે- આયોજન. તો વ્‍યકિતત્‍વ ઘડતરનાં આયોજન માં શું જરૂરી છે