ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-11)

(84)
  • 7.5k
  • 4
  • 2.6k

મોહિત તૈયાર થઈને અવનીને આપેલ ટાઈમ કરતા વીસ મિનિટ વહેલા આવીને ઊભો રહી ગયો હતો. ઘડીક ફુવારા પાસે બે આંટા મારે તો, ઘડીક ઘાંસને રમાડે,પે્રયસીની યાદમાં આંટા મારવામાં પણ અદભુત આનંદ હોય છે. આ પહેલીજ છે, ના ... ના ..એ પેલી નથી, ના ના એ પેલી..., હા તેજ, ના તે તો એવી કયા દેખાય છે, હા પહેલી, તે તો હોય જ ના શકે એ તો કોઈ યુવાન સાથે છે. ત્યા જ પીળી સાડીમાં સજજ થઈ ધીમે પગલે કોઈને મોહિતે આવતી જોય. હા એજ મારી અવની . અવની આવતા જ મોહિતને ભેટી પડી