ઘણી એવી વાનગીઓ છે જેની સાથે ચટણી ખાવાથી ચટાકો વધી જાય છે. મરચા-લસણની ચટણી અનેક વાનગીઓમાં વપરાય છે. વળી તેને બ્રેડ, રોટલી, ભાખરી કે પરોઠા સાથે શાકના બદલે પણ પસંદ કરાતી હોય છે. તો કોઈ ખીચડી કે ભાત સાથે ચોળીને તેની મજા પણ માણે છે. ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. આ વખતે આપના માટે ચટપટી ચટણીઓનું સંકલન કર્યું છે. આશા છે કે ચટણીઓનો ચટાકો યાદગાર રહેશે.