નસીબ - પ્રકરણ - 6

(307)
  • 12.8k
  • 19
  • 5.9k

“ધડામ...” કરતા એ ટ્રકે તુલસીને ટક્કર મારી અને તે સાથે જ અજય હબકીને બેઠો થઇ ગયો હતો. એક ભયાનક ચીખ તેના ગળા સુધી આવીને અટકી ગઈ. તેના હાથ-પગમાં એ સ્વપ્નને કારણે ખાલી ચડી ગઈ હોય એવું લાગ્યું. અજયે પોતાના પરસેવાથી ભીના થયેલા ચહેરા પર હાથ ફેરવ્યો. ડબલ બેડની બીજી ક ઓટે પ્રેમ કૈક લાપરવાહીથી સુતો હતો. અજયે તેના તરફ નજર ફેરવી અને ઉભો થઇ બાથરૂમમાં જઈ મોઢું ધોઈ આવી ફરીથી સુતો. તેની આંખોમાંથી ઊંઘ ઉડી ચુકી હતી. પ્રયત્ન કરવા છતાં તેની આંખો મિચાતી નહોતી. આજે ઘણા વર્ષો બાદ તે આવી મુલાયમ, સુંવાળી પથારીમાં સુવા પામ્યો હતો. છતાં આ પથારીમાં તેને કાંટા ભોંકાતા હોય એવું દર્દ ઉઠ્યું...