ભારતી નાટકની કલાકાર છે. શરદ એનો પતિ છે. ભારતી સદાય નાટકમાં ઓતપ્રોત રહેતી હોવાથી શરદ નારાજ થાય છે. એ ભરતીને ઘર કે નાટક બેમાંથી એકની પસંદગી કરવાનું કહે છે. ભારતી નાટક પસંદ કરે છે અને શરદનો સાથ છોડે છે. ગૌતમ એક દિગ્દર્શક છે. એ ભારતીમાં રહેલી અભિનય શક્તિને પારખે છે અને અનેક નાટકોમાં ભારતી પાસે અભિનય કરાવે છે. આગળ શું થાય છે એ જાણવા માટે આ નાટક વાંચવું જ રહ્યું. પ્રસ્તુત નાટકમાં એક કલાકારની વેદના અને મનોમંથનને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. -યશવંત ઠક્કર