બળાત્કારનો ભોગ બનેલી એક નિર્દોષ યુવતીની વિચિત્ર સામાજિક સ્થિતિને વર્ણવતી આ કથા, કે જેમાં પોતા પર બળાત્કાર કરનાર અપરાધીને તે સજા પણ અપાવી શકતી નથી. કે નથી તેની સાથે લગ્ન કરી શકતી. એક હિંમતપૂર્ણ ત્વરિત નિર્ણય કરવાની જરૂર પડે એવી પરિસ્થિતિ જયારે સામે આવે, ત્યારે શું કરશે આ સીધી સાદી સરળ યુવતી?