સત્યના પ્રયોગો - ભાગ-4 - 11

  • 5.2k
  • 1
  • 1.2k

આ પ્રકરણમાં ગાંધીજીના અંગ્રેજો સાથેના પરિચય અંગે જણાવાયું છે. ગાંધીજીએ હિન્દી મહેતાઓ અને બીજાને ઘરમાં કુટુંબી તરીકે રાખ્યા તેવી જ રીતે અંગ્રેજોને રાખતા થઇ ગયા. ગાંધીજીની આ પ્રકારની વર્તણૂક તેમની સાથે રહેનારા બધાને અનુકૂળ નહોતી. પરંતુ ગાંધીજીએ તેમને હઠપૂર્વક તેમની સાથે રાખેલા. કેટલાક સંબંધોથી કડવા અનુભવો થયા પણ ખરા. ગાંધીજીને આ કડવા અનુભવોનો પશ્ચાતાપ નથી થયો. ગાંધીજી લખે છે કે ‘કડવા અનુભવો છતાં,મિત્રોને અગવડો પડે, સોસવું પડે છે એ જાણવા છતાં, મારી ટેવ મેં બદલી નથી, ને મિત્રોએ ઉદારતાપૂર્વક સહન કરી છે.’ બોઅર-બ્રિટિશ યુદ્ધ શરૂ થયું ત્યારે ગાંધીજીનું ઘર ભરેલું છતાં જોહાનિસબર્ગથી આવેલા બે અંગ્રેજોને સંઘર્યા. બન્ને થિયોસોફિસ્ટ હતા. આ મિત્રોના સહવાસે પણ ધર્મપત્નીને રડાવી હતી તેવું ગાંધીજી લખે છે. ગાંધીજીના હિસાબે કસ્તૂરબાને રડવાના પ્રસંગો ઘણીવાર આવ્યા છે. ઇંગ્લેંડમાં ગાંધીજી અંગ્રેજોના ઘરમાં રહેલા તે વીશીમાં રહેવા જેવું હતું પરંતુ આફ્રિકામાં તો તેઓ કુટુંબીજન થયા. તેઓ હિન્દી રહેણીકરણીને અનુસર્યા