સત્યના પ્રયોગો - ભાગ-4 - 10

  • 4.4k
  • 1
  • 1.1k

આ પ્રકરણમાં ગાંધીજી અને કસ્તૂરબા વચ્ચે થયેલા એક વિવાદનું વર્ણન છે. ગાંધીજી ડરબનમાં વકીલાત કરતા ત્યારે ઘણીવાર મહેતાઓ તેમની સાથે રહેતા. આ મહેતાઓમાં હિન્દુ અને ખ્રિસ્તી હતા. ગાંધીજીનું પશ્ચિમી ઘાટનું મકાન હોવાથી દરેક રૂમમાં મોરીના બદલે પેશાબ માટે અલગથી એક વાસણ રહેતું. જે ઉપાડવાનું કામ ગાંધીજી અને કસ્તૂરબા કરતા. એકવાર એક મહેતો જે ખ્રિસ્તી હતો તે ગાંધીજી સાથે રહેવા આવ્યો. તેનું વાસણ કસ્તૂરબાએ પરાણે ઉપાડ્યું. ગાંધીજી ઇચ્છતા કે કસ્તૂરબા આ હસતા મુખે લઇ જાય તેથી તેમણે કસ્તૂરબાને ઠપકો આપ્યો તો કસ્તૂરબાએ ઘર છોડીને જતા રહેવાની ધમકી આપી. ગાંધીજી ગુસ્સામાં કસ્તૂરબાનો હાથ પકડીને દરવાજા સુધી ખેંચી ગયા ત્યારે કસ્તૂરબાના આંખમાં પાણી આવી ગયા. કસ્તૂરબાએ કહ્યું કે ‘તમને તો લાજ નથી પણ હું તમને છોડીને ક્યાં જવાની હતી.’ ગાંધીજી આ પ્રસંગે ટાંકીને કસ્તૂરબા વિશે લખે છે કે હું અને કસ્તૂરબા સારા મિત્રો છીએ. તે કશા બદલા વગર ચાકરી કરનારી સેવિકા છે