સત્યના પ્રયોગો - ભાગ-4 - 7

(12)
  • 5k
  • 2
  • 1.2k

આફ્રિકામાં ગાંધીજીના ખાવા-પીવાના પ્રયોગોનું વર્ણન આ પ્રકરણમાં છે. ગાંધીજીને દેશી ઉપચારો પ્રત્યે વળગણ વધતું ગયું તેમ તેમ દવા લેવાનો અણગમો પણ વધતો ગયો. આફ્રિકામાં પ્રાણજીવનદાસ મહેતા તેમને તેડવા આવેલા તે વખતે ગાંધીજીને નબળાઇ અને સોજા રહેતા તેનો દવાથી ઉપચાર તેમણે કરેલો. જોહાનિસબર્ગમાં ગાંધીજીને કબજિયાત રહેતી અને માથાનો દુઃખાવો પણ અવારનવાર થતો. પાચનની દવા લેવી પડતી. માંન્ચેસ્ટરમાં નો-બ્રેકફાસ્ટ એસોસિયેશનની સ્થાપના વિશે ગાંધીજીએ વાંચ્યું હતું. ગાંધીજી ત્રણ વખત પેટ ભરીને જમતા અને બપોરની ચા પણ પીતા. ગાંધીજીએ સવારનું ખાણું છોડ્યું તો માથાનો દુઃખાવો દૂર થયો પરંતુ કબજિયાત દૂર ન થઇ. દરમ્યાન ગાંધીજીએ ‘રિટર્ન ટુ નેચર’ નામનું પુસ્તક વાંચ્યું અને તેમાં દર્શાવેલા માટીનો ઉપચાર શરૂ કર્યો. ગાંધીજીએ ખેતરની કાળી માટી લઇ તેમાં માપસર ઠંડુ પાણી ઉમેરી,ઝીણા પલાળેલા કપડામાં લપેટી પેટ પર મૂકીને તેને પાટાથી બાંધી રાતે લગાવીને સવારે કાઢી નાંખતા. આ પ્રયોગથી ગાંધીજીની કબજિયાત દૂર થઇ. આ પ્રયોગ ગાંધીજીએ તેમના અનેક સાથીઓ પર પણ કર્યા.