સત્યના પ્રયોગો - ભાગ-4 - 4

  • 6k
  • 2
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીની વધતીજતી ત્યાગવૃતિનું વર્ણન છે. ગાંધીજીએ જ્યારે મુંબઇમાં ઓફિસ ખોલી હતી ત્યારે એક વીમા દલાલે ગાંધીજીને પોતાની વાતોમાં ફોસલાવીને 10,000ની પોલિસી કઢાવી હતી. આફ્રિકામાં આવીને કેટલો સમય જશે તેની ગાંધીજીને ખબર નહોતી.પરંતુ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના વિચારો બદલાયા. ગાંધીજીને લાગ્યું કે બાળકોને સાથે રાખવા જોઇએ. તેમનો વિયોગ હવે ન હોવો જોઇએ. તેમને લાગ્યું કે તેમણે પોલીસી ઉતરાવીને ભૂલ કરી હતી. પાલનહાર તો ઇશ્વર છે. ગાંધીજીના મનમાં મનોમંથન ચાલ્યું. ખ્રિસ્તી વાતાવરણમાં આવીને ગાંધીજી ધર્મ અંગે જાગ્રત રહ્યાં. આફ્રિકામાં થિયોસોફીના વાતાવરણમાં ગાંધીજીની ધર્મઅંગેની ચર્ચાઓ ખુબ ચાલી. મિ.રિચ થિયોસોફિસ્ટ હતા. તેમણે ગાંધીજીને જોહાનિસબર્ગની સોસાયટીના સંબંધમાં મૂક્યો તેમાં તેઓ સભ્ય તો ન થયા પરંતુ થિયોસોફિસ્ટના ગાઢ પ્રસંગમાં આવ્યા અને ધાર્મિક ચર્ચાઓ કરતા થયા. થિયોસોફીના સભ્યોના આચરકણમાં બેદ જોતા ત્યાં ગાંધીજી ટીકા પણ કરતા. આ ટીકાની ગાંધીજીના જીવન પર અસર થઇ અને તેઓ આત્મનિરિક્ષણ કરતા થઇ ગયા.