સત્યના પ્રયોગો - ભાગ-4 - 3

(12)
  • 4.1k
  • 2
  • 1.2k

આ પ્રકરણમાં ગાંધીજીએ અપમાનનો કડવો ઘૂંટ કેવી રીતે પીધો તેનું વર્ણન છે. અમલદારનો કાગળ આવ્યો કે ગાંધીજી ડરબનમાં મિ.ચેમ્બરલેનને મળ્યા છે તેથી તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાંખવાની જરૂર છે. સાથીઓને આમાં ગાંધીજીનું અપમાન લાગ્યું પરંતુ ગાંધીજીને લાગ્યું કે આ કડવો ઘૂંટ પી જવો પડશે. ગાંધીજીને સાથીઓના મહેણાં પણ સાંભળવા પડ્યા કે ‘તમારા કહેવાથી કોમે લડાઇમાં ભાગ લીધો પણ પરિણામ આ જ આવ્યું ને?’ જો કે ગાંધીજીને આની અસર ન થઇ તેમને લાગ્યું કે તેમણે તેમના કર્તવ્યનું જ પાલન કર્યું છે. ગાંધીજીએ એક વર્ષમાં પાછા જવાનો વિચાર માંડી વાળીને ટ્રાન્સવાલમાંથી વકીલાતની સનદ મેળવવાનું વિચાર્યું. તેમણે પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં વસતા હિન્દી આગેવાનો સાથે ચર્ચા કરી છેવટે જોહાનિસબર્ગમાં ઓફિસ રાખવાનો નિર્ણય કર્યો. ટ્રાન્સવાલમાં વકીલમંડળ તરફથી ગાંધીજીની અરજીનો કોઇ વિરોધ ન થયો અને તેમની અરજી મંજૂર કરવામાં આવી. મિ.રીચના એજન્ટ મારફતે ગાંધીજીએ ઓફિસનું મકાન શોધીને કામ શરૂ કર્યું.