આંસુડે ચીતર્યા ગગન ૧૮

(23)
  • 4.4k
  • 2
  • 1.6k

મેં મઝાક કરતા કહ્યું – ‘કેમ માની લીધું કે એમનો જ ફોન હશે ’ ‘અડધી રાત્રે એમના સિવાય કોઈ ન હોય. અને એ પણ હું દિલ્હી કે કલકત્તા જાઉં છું કહેવા માટે જ હોય.’ હવે ચમકવાનો વારો મારો હતો. ‘શું કહે છે બિંદુ ! એમના કોઈ પ્રોગ્રામની તને ખબર જ નથી હોતી…. ’ અત્યાર સુધી ટકાવી રાખેલ એનો ડૂમો અચાનક વછૂટી ગયો. અર્ચનાના ખભે માથુ નાખી ડુસ્કે ડુસ્કે રડી પડી. ‘અંશભાઈ… આંસુડાને મારા હાસ્યની ઈર્ષા આવે છે… હું ક્યારેક હસું તો મારા હાસ્યની સમાપ્તિ આંસુડાની સાથે જ થાય છે… હું શું કરું મને સમજાતું નથી…’ ન્યુરો સર્જન ડૉક્ટર અર્ચનાને આ માનસિક રોગની કોઈક નિશાની લાગી…