પ્રિય યજ્ઞદીપ, તને ફોન કરું ત્યારે સમય અને ગતિ વચ્ચે હરીફાઈ જામે. તારે ખૂબ વાતો કરવી હોય, ઓછા સમયમાં. મારે તારી બધી વાત સાંભળવી હોય ઓછા સમયમાં. તારે વધુ પીક અપ વાળી બાઈક લેવી છે ને તપ પાપા પાસેથી મંજૂરી લઇ આપવાનું કામ મારું, પણ એ માટે તારે એક પ્રોમિસ આપવું પડશે મને. કોઈ પણ સંજોગોમાં બાઈકની સ્પીડ અને બ્રેક બંને પર તું સંપૂર્ણ કંટ્રોલ રાખીશ. જેમ શિયાળાની ઢળતી સાંજે જુઈ ચમેલી કે રાતરાણી મદમત્ત સુગંધ લઈને આવતો વાયરો ફૂલગુલાબી ગતિ સાથે વહે તો અત્તરના પૂમ્દાનું કામ જરૂર કરે છે. અને એમ મધ્યમ ગતિની સવારી રસ્તા, પ્રકૃતિ અને આસપાસના વાતાવરણનું સૌન્દર્ય તમારી નજરને ભરી દે. પણ ઉનાળાના આકરા તાપમાં હવાની મંદ ગતિ કેવી અકળાવે! ઝડપથી વહેતી હવા શીતળતા લઇ આવે માહો દૂરસ્ત તો. વાળી અંદર બહારના તાપને ઠંડકની ભેટ આપે. બાઈકમાં ઝડપ આવે એટલે તન મન ગતિમય બને, સમય સાથે હરીફાઈ કરે. નિશ્ચિત સમયે નિશ્ચિત મંઝીલ આવી મળે. આ સંજોગોમાં ઝડપ જરૂરી ખરી.