૩૧ ‘સર... યસ, સર... સર... મૈં દેખકર આપકો બતાતા હૂં. યસ સર. ઓ.કે. સર.’ ડીસીપી પાંડે ફોન પર પોતાના કોઈ ઉપરી જોડે વાત કરી રહ્યા હતા એ કાન્તાબેનને સમજાતું હતું. કાન્તાબેન ડીસીપી પાંડેની કૅબિનમાં પ્રવેશ્યાં અને તેમની સામેની ખુરશીમાં બેઠાં ત્યાં જ ફોન રણક્યો અને પાંડેએ રિસીવર ઊંચકી વાત કરવા માંડી હતી. તે ફોન પર વાત કરતા હતા એમાં મોટા ભાગે તો સર... યસ સર... સર... એવા જ શબ્દો વધુ આવતા હતા. ડીસીપી પાંડે આજે ખાખી વર્દીમાં હતા અને તેનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી લાગતું હતું. તે ફોન પર વાત કરતા હતા ત્યારે ખુરશીમાં જ બેઠા હતા. તેમ છતાં તેમના અવાજમાં