કર્મનો કાયદો ભાગ - 30

  • 4.5k
  • 1
  • 1.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૦ શ્રેષ્ઠ કર્મ ગહનતા ભરેલા કર્મમાર્ગમાં શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટે પણ અસંખ્ય મતો મળી શકે છે. શ્રેષ્ઠ ભોજન કોને કહેવાય તેમ પૂછતાં કોઈ દૂધપાક-પૂરી કહેશે, કોઈ ભજિયાં-ચટણી કહેશે, કોઈ લાડુ કે રબડી કહેશે, તો કોઈ સૅન્ડવિચ, પિઝા, બર્ગર કે દાબેલી વગેરે. તેવી જ હાલત શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટેની થશે. અલગ-અલગ રુચિવાળી વ્યક્તિઓ પોતપોતાનાં કર્મોને શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ કરી રહી છે અને કરતી રહેશે. આ કર્મ જ શ્રેષ્ઠ છે તેવો એક જવાબ ગહનતા અને વિવિધતાભરેલા કર્મમાર્ગમાં મળવો શક્ય નથી. શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે અંગે મત આપતાં શ્રીકૃષ્ણ કહે છે :