એક નગર હતું એ નગર માં ઘણા લોકો રહેતા હતા.પણ લોકો હંમેશા કોઈ ને કોઈ વાત થી દુઃખી રહેતા હતા .ધનવાન થી લઇ ને ગરીબ સુધી લોકો જે મળ્યું તેમાં કઈંક ને કઈંક ઓછું હોઈ એવું હંમેશા લાગતું ત્યારે અચાનક એ ગામ એક સંત નું આગમન થયું ખુબ જ જ્ઞાની એ સંત હતા.લોકો પોતાની મુશ્કેલી ના નિવારણ માટે એ સંત પાસે જવા લાગ્યા.સંત એ પ્રવચન આપવાનું ચાલુ કર્યું ત્યારે લોકો એ પોતાની મુશ્કેલી જણાવી ત્યારે સંત એ એક બોધરૂપી કથા કહી . લોકો ને ધ્યાન થી સાંભળવા કહ્યું.