વેર વિરાસત - 12

(85)
  • 5.8k
  • 3
  • 2.7k

વેર વિરાસત - 12 રિયા ને રોમાને પંચગનીની ટોચની કહી શકાય તેવી બોર્ડીંગ સ્કૂલમાં એડમીશન મળી ગયું હતું, ને ત્યાં પહોંચવા આડે માંડ બે દિવસ રહ્યા હતા.માધવીએ ગ્લેમરવર્લ્ડ છોડી દીધાને જાણે યુગ વીતી ગયો હતો, વિશ્વજિત સેન દીકરી માટે વારસો જ એટલો ધરખમ મૂકી ગયા હતા કે માધવી કંઈ ન કરે તો પણ બંને દીકરીઓને સારામાં સારા શિક્ષણ આપી શકે અને લક્ઝુરીયસ જીવનશૈલી ભોગવી શકે.અઠવાડિયું રોકાયા પછી આરતીએ મુંબઈ પાછા જવાની વાત કરી ને કુસુમના ચહેરા પર ધસી આવેલી હાશકારાની રતાશે વાત ખુલ્લી કરી દીધી.માધવી જોઈ રહી કે પોતાની એકેય વાત જાણે માસી સુધી પહોંચ્યા વિના જ પવન સાથે ભળીને ઉડી ગઈ છે.