આ કહાણીમાં વાળંદ મિત્ર અને તેમના સેવાઓ વિશેના અનુભવોનો ઉલ્લેખ છે. લેખક જણાવે છે કે કઈ રીતે યુવાનો તેમના વાળંદને મહત્ત્વ આપે છે અને તેમના સાથે સમય વિતાવે છે, જેમણે તેમની શારીરિક સુંદરતા માટે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. વાળંદના કાર્યમાં મહેનત હોવા છતાં, કેટલાક ગ્રાહકો તેમની સેવા વિશેની કેટલીક ફરિયાદો વ્યક્ત કરે છે, જેમ કે લંબાવા અને સમયની વ્યવસ્થા. લેખક આ બાબતોને એકઠા કરીને એક મજાકીલા સ્વરે રજૂ કરે છે, જે વાળંદના કાર્યમાં રહેલી મજાનો પણ દર્શાવે છે. આખરે, તેઓ વાળંદને સંબોધીને તેમની ફરિયાદો રજૂ કરે છે, જે દર્શાવે છે કે despite complaints, they continue to rely on their services.
વાળંદમિત્રને ‘ભાવભીનો’ પત્ર
by Anya Palanpuri
in
Gujarati Short Stories
1.1k Downloads
3.6k Views
Description
તમારી વાતો કરવાની કળાથી અમે ખુબ જ ઈમ્પ્રેસ છીએ. પરંતુ તમે વાતોનો અંત લાવતા નથી અને વળી જે-તે વાતનું ‘કનક્લુઝન’ સામેવાળાને નક્કી કરવા પર છોડી દો છો, એમાં પાછો સામેવાળો એટલું બધું વિચારવા માંડે કે દસ-બાર વાળતો એમ જ ખરી જાય!! અમને ખબર છે કે ‘વાળવિજ્ઞાન’માં તમે પી.એચ.ડી કરેલ છે.પણ લગભગ છેલ્લા ઘણા વર્ષોથી તમારા નુસખા અપનાવ્યા છતાં લોકોના માથામાં નવા વાળનો એક ફણગો પણ ફૂટ્યો નથી. ક્યારેક તમે અમને માથામાં દહી નાખવાનું, ક્યારેક ડુંગળીનો રસ (જો કે આ પ્રયોગ કરતી વખતે ડુંગળીના રસ કરતા આંખોમાંથી રસ વધારે છુટતો હોય છે!!), કુવારપાઠું નાખવાનું અને છેલ્લે તમારા કાકાના મામાના ભાણીયાએ વાપરેલ તેલની સલાહ આપો છો. તમે સલાહ આપો છો એતો બરાબર પણ તમે જે આત્મવિશ્વાસથી આ સલાહ આપો છો, એટલો આત્મવિશ્વાસ તો આપણા મોદી સાહેબને પણ નહિ હોય!! વળી અમે તમારે ત્યાં આવીએ એ દિવસે અમે સવારે લોકલ સમાચારપત્ર પણ વાંચતા નથી. કારણકે અમને વિશ્વાસ હોય છે કે તેના કરતા પણ વધુ ‘ઓથેન્ટિક’ અને ‘ડીટેઇલ’ સમાચાર તમારે ત્યાં આવ્યા પછી મળશે, પછી ભલેને તે વાત- સ્પોર્ટ્સ, ધર્મ, ઝઘડાકે અર્થશાસ્ત્રની જ કેમ ન હોય
More Likes This
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories